કોરોના ઈફેક્ટ : વલસાડના પારનેરામાં મંદિરમાં ભરાતો આઠમનો મેળો રદ્દ - નવરાત્રિના સમાચાર
🎬 Watch Now: Feature Video
વલસાડ: કોરોના મહામારી વચ્ચે નોરતાની ઉજવણીનો માહોલ સમગ્ર રાજ્યમાં વ્યાપ્યો છે, ત્યારે વલસાડના પારનેરા ગામે ડુંગર પર બિરાજમાન એવા માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે સોશિયલ ડિસ્ટન્સ સાથે અનેક ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. દર વર્ષની જેમ અહીં યોજાતો આઠમનો મેળો પ્રથમ વખત મોકૂફ રાખવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. પેશ્વાઈ સમયમાં પારનેરા ખાતે આવેલા ડુંગર પર કિલ્લો હતો જેના અવશેષો આજે પણ હયાત છે. મહત્વનું છે કે, સદીઓ પેહલા જયારે શિવાજીના સમયમાં સુરત ખાતે લૂંટ કરવામાં આવી હતી ત્યારે શિવાજી ત્યાં રોકાયા હતા. આ કિલ્લાની રખેવારી કરનાર ચાંદખાન એક મુસ્લિમ હતો, પંરતુ તેને પણ માતાજીમાં ખુબ આસ્થા હતી. આજે પણ કિલ્લાની બહાર પ્રવેશદ્વારની જમણી તરફ ચાંદખાનની દરગાહ આવેલી છે.
Last Updated : Oct 17, 2020, 5:48 PM IST