જાણો, મહેસાણા જિલ્લામાં શું છે કોરોના અને લોકડાઉનની સ્થિતિ? - Corona and lockdown conditions in Mehsana district
🎬 Watch Now: Feature Video
મહેસાણા : જિલ્લામાં ગુરૂવારના રોજ વધુ 13 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આ તમામ 13 દર્દીઓના 19 મે ના રોજ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તો કડીના 3 પૈકી 1 તબીબનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યાં બીજી તરફ નવા 13 પોઝિટિવ કેસમાં એક મહિલા દર્દીનું મોત નીપજ્યું છે. જેને પગલે હાલ જિલ્લામાં કુલ મૃત્યુ આંક 4 થયો છે. આમ હાલમાં મહેસાણા જિલ્લામાં કુલ 80 પોઝિટિવ કેસ અને રિપિટ સાથે કુલ 93 જેટલા પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યા છે. તો 80 દર્દીઓ પૈકી 50 દર્દીઓ સારવાર દરમિયાન સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. તો લોકડાઉનની છૂટછાટ નાગરિકો ગંભીરતાથી નહિ લે તો કોરોના કેસોનો પોઝિટિવ આંકનો વિસ્ફોટ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.