જૂનાગઢ: કેશોદના પાડોદર ગામે વિવાદાસ્પદ ખેતરોના પાળાનો વિવાદ વકર્યો
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કેશોદના પાડોદર ગામે વિવાદાસ્પદ ખેતરોના પાળાનો વિવાદ વકર્યો છે. ખેડૂતે ખેતરનો પાળો સ્વેચ્છાએ હટાવી લેવાની મામલતદારને લેખિતમાં જાણ કરી હતી. તો સ્થાનિક તંત્ર રાજકીય ઈશારે કામગીરી કરતું હોવાનો ખેડૂતે આક્ષેપ લગાવ્યા હતા. ખેડૂતને જાણ કર્યા વગર મગફળીના વાવેતર સહિત ખેતર ઉખેડવાની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી રોકતા ખેડૂતને તંત્રએ સાંજ સુધી ભુખ્યા તરસ્યા ગાડીમાં બેસાડી રાખ્યા હોવાનો ખેડૂતે તંત્ર પર આક્ષેપ કર્યો તેમજ તેમની પત્નીને આઘાત લાગતા લો બીપી થવાથી સારવાર લઈ રહ્યા છે, આથી ખેડુતે જણાવ્યું કે, તેણીનું મૃત્યુ થશે તો જવાબદારી તંત્રની રહેશે. ખિેડુતે ન્યાયની માંગણી સાથે જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી.સીડાની આગેવાનીમાં જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. તંત્ર દ્વારા બે જેસીબી દ્વારા ખેડુતનું ખેતર ઉખેડવાની કામગીરી શરૂ છે.