રાજપીપળામાં પાલિકા દ્વારા પેવર બ્લોકના ખાતમુહૂર્તમાં સાંસદ અને કોર્પોરેટર આમને સામને... - paver block by Palika In Rajpipla
🎬 Watch Now: Feature Video
નર્મદા : રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં રાજેન્દ્રનગર સોસાયટી ખાતે શનિવારે સમગ્ર સોસાયટીમાં પેવર બ્લોક બેસાડવાનું કામકાજ શરૂ કરવા માટે ખાતમુહૂર્ત રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ અને સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જો કે, આ વિસ્તારના રહીશોના ઉગ્ર વિરોધ સાથે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાંસદ મનસુખ વસાવા અને કોર્પોરેટર મહેશ વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ થયો એ પેવર બ્લોક બેસાડવાના કામનો સમગ્ર રાજેન્દ્ર નગર સોસાયટીના રહીશોએ વિરોધ કરી રહ્યા છે. જ્યારે સાંસદનું કહેવું છે કે, આ પેવર બ્લોક બેસાડવાથી આ સોસાયટીમાં જે ચોમાસા દરમિયાન પાણી ભરાય છે, તે પાણી નહીં ભરાય અને સોસાયટી સ્વચ્છ થશે. જો કે, આ બાબતે પાલિકા સદસ્ય મહેશ વસાવાએ પણ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વિકાસના કામો ચૂંટણી લક્ષી છે.