પોરબંદરના ઘેડ વિસ્તાને જોડતી કોસ્ટલ કેનાલનું કામ શરૂ કરવા કોંગ્રેસની માગ - પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 27, 2020, 3:44 PM IST

પોરબંદર: ઘેડ વિસ્તારને જોડતી કોસ્ટલ કેનાલ જે અંદાજે 20 વર્ષ પહેલા બની છે. રોડ ક્રોસિંગના કરવાના હિસાબે ખેડૂતો, માલધારીઓ દ્વારા સિંચાઈ થતી નથી. ખારું પાણી આવતું હોવાથી પશુ અને માણસ આ પાણી પણ પી શકતા નથી. આ કામ અંદાજે 5 મહિના પહેલા ક્રોસિંગનું કામ અપાય ગયું હોય અને એ કામનું ખાતમુહર્ત સંસદસભ્યના હસ્તે થયુ હતું. આટલો સમય વિત્યો હોવા છતાં પણ કામ શરું કર્યુ ન હોવાથી પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ સ્થળ ઉપર જઈ રાતીયા, બળેજ, ઊંટડા, ગોરસર, મોચાના ગ્રામજનોને સાથે રાખી 2 દિવસ પેહલા કેનાલનું નિરીક્ષણ કરી ગ્રામજનોને નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યુ હતું. આજરોજ આ સંદર્ભે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પોરબંદર ક્ષાર અંકુશ વિભાગના અધિકારીને રજુઆત કરી આવેદનપત્ર અપાયુ હતું. આ કાર્યક્રમમાં કારાભાઇ રાતીયા, અરજણ પીઠાં સોલંકી, ઠેબાભાઈ ચૌહાણ, ડાયાભાઇ ઉલવા, આનંદ પૂંજાણી, વિશાલ બરાઈ અને ઘેડ વિસ્તારના ગ્રામજનો હાજર રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.