બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થવા મુદ્દે કચ્છમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન - latest news of cancellation of non-secretarial examination
🎬 Watch Now: Feature Video
કચ્છઃ રાજ્યમાં બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થતાં જિલ્લાભરમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીના લાભાર્થે કોંગ્રેસ સરકાર વિરોધ કરતી જોવા મળી રહી છે. વિવિધ જિલ્લાઓમાંથી કોંગ્રેસ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેની માટે સૂત્રોચ્ચાર કરી રહી છે, ત્યારે કચ્છમાં પણ કોંગ્રેસે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓને રોજગારી માટે સૂત્રોચ્ચાર કર્યા હતાં.