લોકડાઉન મુદ્દે સાંસદ નારણ રાઠવા અને MLA સુખરામ રાઠવાએ કલેક્ટરને કરી રજૂઆત - corona effect in chhota udepyur
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુરઃ સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદી 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. રાજ્યના જુદા જુદા વિસ્તારમાં અટવાયેલા મજૂરોને પોતાના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તે માટે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. હજારો મજૂરો કે, જેઓ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ સરહદી વિસ્તારના છે. તેઓ વાહન વ્યવહારના અભાવના કારણે હાઈવે પર અટવાયા છે. જેથી લોકડાઉન કરતા પહેલા આવા લોકો માટે સરકારે વિચાર કરવો જોઈએ તેવો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા અને ધારાસભ્ય સુખરામ રાઠવાએ લોકડાઉન મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી હતી.