ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર બેસેએ પહેલા પોલીસે PPE કીટ પહેરીને ડિટેઇન કર્યા - વરસાદ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર બેસે એ પહેલા જ તેને ધોરાજી પોલીસે PPE કીટ પહેરીને ડિટેઇન કર્યા હતા. લલિત વસોયાએ ગત 29 તારીખના નાયબ કલેકટરને પત્ર લખી મંજૂરી માગી હતી કે, ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં અતિવૃષ્ટિ તથા ડેમોના પાણીને કારણે ભાદર-વેણુ અને મોજ નદીના કાંઠાઓની જમીનનું ધોવાણ થયું છે. તેમના સર્વેની માંગણી સાથે ઉપવાસ માટેની મંજૂરી માગી હતી. કોરોના મહામારીને લઈને જાહેરનામા મુજબ મંજૂરી મળી ન હતી. ત્યારે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હું કચેરી સામે ઉપવાસ પર બેસવાનો છું. જો મારી અટકાયત કરવા આવનારા જે વ્યક્તિ મને અડશે તેમને કોરોના હશે તો મને પણ લાગુ પડી જશે, તો મને કોરોના થશે તો જેતે અધિકારીની જવાબદારી રહશે. એટલે ધોરાજી પોલીસે PPE કીટ પહેરીને લલિત વસોયાને ડિટેઈન કર્યા હતા. લલીત વસોયાને ડિટેઈન કરતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.