માલધારી સમાજ આંદોલન છાવણીની કોંગ્રેસ ધારાસભ્યોઓએ લીધી મુલાકાત - Porbandar Latest News
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લામાં કલેકટર કચેરી સામે છેલ્લા 22 દિવસથી LRD જવાનોને અન્યાય બાબતે માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. જેની મુલાકાતે અનેક રાજકીય અને સામાજિક આગેવાનો આવી રહ્યા છે, ત્યારે 22માં દિવસે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ચિરાગ કાલરિયા તથા વિક્રમ માડમ સહિત કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ માલધારી સમાજની ઉપવાસ આંદોલનની છાવણી પર મુલાકાત લેવા આવ્યાં હતા અને માલધારી સમાજના આ આંદોલનમાં કોંગ્રેસ ધારાસભ્યો અને નેતાઓએ ટેકો જાહેર કર્યો હતો.