કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ તંત્રની સૂચના પાલન કરવા લોકોને કરી અપીલ - Congress leader Arjunbhai Modhwadia appeals to people to follow the instructions of government
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ વિશ્વભરમાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસે-દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં પણ તેનો પ્રકોપ જોવા મળ્યો છે, ત્યારે સરકાર દ્વારા સમગ્ર રાજ્યને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કામ વગર બહાર ન નીકળવા જણાવ્યું છે. જેનું પાલન કરવા માટે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ લોકોને અપીલ કરી છે. સાથે જ લોકોને કોરોના અંગે જાગૃત રહેવા અને સ્વચ્છતા રાખવા અંગે જણાવ્યું હતું.