સુરતમાં શ્રમિકો પાસે ટિકિટના પૈસા લેવા મામલે કોંગ્રેસના આકરા પ્રહાર... - મનીષ દોષીના ભાજપ પર પ્રહાર
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને ગુજરાતમાંથી લઈ જવા સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ભાજપના કાર્યકર્તાએ ઝારખંડ જવા માંગતા શ્રમિક પાસે ટિકિટના પૈસા કરતા વધુ લીધા હોવા છતાં ટિકિટ આપી નથી. જે મામલે કોંગ્રેસ પક્ષે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં એવા આક્ષેપ કર્યા છે કે, કાર્યકર્તાએ શ્રમિકો પાસેથી 715ની ટિકિટના 2,000 રૂપિયા પડાવ્યા હતા અને 1 લાખ 16 હજારની કુલ ટિકિટ બૂક કરાવી હતી. જે બાદ શ્રમિકોએ ટિકિટ માગતા ટિકિટ આપી નહોતી અને શ્રમીકોએ વિરોધ કરતા તેમને માર માર્યા હતા. જે મામલે લીંબાયત પોલીસે રાજેશની ધરપકડ પણ કરી છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.