ભુજ નગરપાલિકાના વોર્ડ નં-5નાં કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર અર્થે યોજી રેલી - Congress news
🎬 Watch Now: Feature Video
કચ્છઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી અપક્ષ હોય તમામ પક્ષોએ પોતાની દાવેદારી નોંધાવી છે અને તમામ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ત્યારે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર-5ના કોંગ્રેસના ઉમેદવારોએ ભુજના અનમ રિંગરોડ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે વાજતે-ગાજતે રેલી યોજી હતી. કોંગ્રેસના ઉમેદવારો રાયમા અફસાના, માનસી રાહુલ શાહ, બારમેડા અનિલ અને અમિષ મહેતાએ પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી.