સામાજિક જીવનમાં નારીની ભૂમિકા પર સેમિનારનું આયોજન - આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રક્તદાન
🎬 Watch Now: Feature Video
દમણઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દમણની સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા રેલવે પોલીસના ઝોનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં રેલવે પોલીસના તાલીમાર્થી કોન્સ્ટેબલો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ RPF આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશ્નર રાકેશ પાંડેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતમાં પુરૂષની તુલનાએ મહિલાઓની ઘટતી સંખ્યા પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દમણ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે પણ મહિલાઓ પ્રત્યેના પોતાના વિચારો પ્રગટ કર્યા હતા અને જવાનો દ્વારા રક્તદાન પણ કરવામાં આવ્યું હતું.