ડોનેશનના નામે લૂંટ, વાલી મંડળની DEO-FRCમાં લેખિતમાં ફરિયાદ - ડોનેશનના નામે લૂંટને લઈ વાલી મંડળ દ્વારા DEO તથા FRCમાં લેખિતમાં ફરિયાદ
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરમાં ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના એડમિશનના નામે લાખો રૂપિયાના ડોનેશનની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જો કે, FRC દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા. જેમાં DEO ને ફરિયાદ કરતા તેઓએ પણ 21 દિવસમાં સ્કૂલ રુપિયા પરત કરી દેશે તેવી બાંહેધરી આપી હતી, પરંતુ 21 દિવસ બાદ પણ ફી તથા ડોનેશન પરત નહીં મળતા વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓ દ્વારા DEOને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કચેરી બહાર જ તમામ વાલીઓ ધરણાંનો કાર્યક્રમ આપશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.