સાબરકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં નર્મદાના નીરનું આગમન
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદ થતાં સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં નર્મદા નીરનું આગમન થયું છે. જો કે, 14 વર્ષ બાદ આ કેનાલ બે કાંઠે વહેતા આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. સુજલામ સુફલામ કેનાલ થકી ભૂગર્ભ જળ ઊંચુ લઇ આવવાનો પ્રયાસ હવે સફળ સાબિત થઈ શકશે. જો 14 વર્ષ પૂર્વે આ કામ પૂર્ણ થયું હોચ તો, આજે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાણીની ખેંચ ન થઇ હોત તે સ્વાભાવિક બાબત છે.