રાજકોટ ગ્રામ્ય પંથકમાં કોરોનાના કેસ વધતા જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી - ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ રાજકોટ શહેરની સાથે હવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં છેલ્લા 2 દિવસ પહેલા ધોરાજીમાં કોરોનાના 17 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ ફરી આજે રવિવારે 11 જેટલા કોરોનાના કેસ સામે આવ્યા હતા. જેને લઈને આરોગ્ય વિભાગની ટીમે ધોરાજીમાં ધામાં નાખ્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, રાજકોટ જિલ્લા અધિકારી અનિલ રાણાવસિયા, જિલ્લા પોલીસ વડા બલરામ મીના સહિતના અધિકારીઓ પણ ધોરાજી ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ અહીંની આરોગ્ય ટિમ પાસેથી સમગ્ર માહિતી મેળવી તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ધોરાજીમાં આવેલા કન્ટેઇમેઇન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય પંથકમાં સત્તત કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જેને લઈને આરોગ્ય તંત્ર ઓન ચિંતિત જોવા મળી રહ્યું છે.