PSIએ કોબ્રાનો જીવ બચાવી જીવદયાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું - Police Sub Inspector

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 11, 2019, 5:25 AM IST

ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામના રેહવાસી અને પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હરજીવનભાઈ ચૌહાણે કોબ્રા સાપનો જીવ બચાવી માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામના વતની અને હાલમાં જુનાગઢમાં PSI તરીકે  ફરજ બજાવતા હરજીવનભાઈ ચૌહાણ હાલમાં એક મહિનાની રજા પર તેમના વતન સમઢીયાળા આવ્યા છે. ત્યારે સમઢીયાળામાં તેમના ખેતરમાં કામ દરમિયાન તેમણે એક કોબ્રા સાપને જોયો, કોબ્રાના શરીર ઉપર સેલોટેપની પટ્ટી ફસાયેલી હતી. તેને જોતા હરજીવનભાઈએ તરત જ કોબ્રાને પકડી તેના શરીર પરથી સેલોટેપ કાઢીને કોબ્રાને ફરીથી જંગમાં છોડી મુકી જીવદયાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. આ અંગે હરજીવનભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેને પહેલેથી જ પશુ-પક્ષીના જીવ બચાવવાના આ પ્રકારના કામ કરવામાં આનંદ આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.