CM ભૂપેન્દ્ર પટેલે નડીયાદના રામજી મંદિર અને સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કર્યા - મંદિરના ગાદીપતિ મહંત રામદાસજી મહારાજના આશીર્વાદ
🎬 Watch Now: Feature Video
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના મુખ્યમથક નડીયાદની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે રામજી મંદિરમાં આરતીમાં હાજરી આપી હતી. આ સાથે જ તેમણે સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દર્શન કરી મહારાજના આશીર્વાર્દ મેળવ્યા હતા. તે દરમિયાન મુખ્યપ્રધાનની સાથે મુખ્ય દંડક પંકજ દેસાઈ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, કોઈ મુખ્યપ્રધાને શહેરના રામજી મંદિરની મુલાકાત લઈ આરતી દર્શન કર્યા હોય તેવું પ્રથમ વખત બન્યું હતું.