પાલનપુરમાં મારામારીની ઘટના આવી સામે - પાલનપુરમાં મારામારી
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુરુવારે વધુ એક મારામારીની ઘટના પાલનપુરમાં સામે આવી છે. પાલનપુર શહેરમાં સીમલા ગેટ પાસે શાકભાજીની લારી ઊભી રાખવા બાબાતે 2 જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી અને બાદમાં આ બન્ને જૂથો ઉશ્કેરાઈ જતા લાકડીઓ અને ધોકા વડે મારામારી પર ઉતરી આવ્યા હતા. શહેરના ભરચક વિસ્તારમાં જ દિન-દહાડે ધોકાવાળી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બન્ને જૂથો એકબીજા પર લાકડી અને ધોકા વડે મહિલાઓ અને પુરુષો મારામારી કરતા દ્રશ્યો પણ મોબાઇલ કેમેરામાં કેદ થઇ ગયા છે.