છોટાઉદેપુર પોલીસે 1.23 કરોડના ગાંજા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા - નારકોટિક્સ ડ્રગ્સ
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર : મીઠીબોર ગામે પ્રતિબંધિત ગાંજાની મોટી માત્રામાં ખેતી કરવામાં આવી રહી છે. જેની બાતમીના આધારે છોટાઉદેપુર જિલ્લાની એસ.ઓ.જી અને છોટાઉદેપુર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં અલસિંગ રાઠવા અને શૈલેષ રાઠવાના ખેતરમાં ગાંજાનો ઉભો પાક મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ખેતરમાંથી ઉભા ગાંજાના 2357 છોડ જપ્ત કર્યા હતા. તેમજ નારકોટિક્સ ડ્રગ્સ અને સાયકોટરપિક સબસ્તન્સ એકટ મુજબ અલીસિંગ રાઠવા અને શૈલેષ રાઠવાની ધરપકડ કરી હતી.