ધરમપુરમાં દુકાનો ખુલવાના સમયમાં ફેરફાર, વેપારી મંડળ દ્વારા લેવાયો નિર્ણય - opening hours of shops
🎬 Watch Now: Feature Video
વલસાડઃ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 1,000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે કારણે વેપારી મંડળ દ્વારા તારીખ 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી બજારમાં દુકાન ખોલવાનો સમય સવારે 7 કલાકથી બપોરે 3 કલાક સુધીનો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં રોજના 5થી 7 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. જેને ધ્યાને રાખીને ધરમપુર વેપારી મંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લોકોએ પણ આવકાર્યો છે.