દુષ્કર્મના આરોપીઓના એન્કાઉન્ટર બાદ ભરૂચમાં લોકોએ ફટાકડા ફોડી કરી ઉજવણી - હૈદરાબાદ એન્કાઉંન્ટર
🎬 Watch Now: Feature Video
ભરૂચ: હૈદરાબાદ દુષ્કર્મ-હત્યાના આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાતા ભરૂચના પશ્વિમ વિસ્તારના યુવાનો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી તેને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આરોપીઓને કડક સજાની માગ ઉઠી હતી. વહેલી સવારના સમયે ચારેય આરોપીઓનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ભરૂચના પશ્વિમ વિસ્તારના યુવાનો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો દ્વારા પોલીસની સાહસિકતાને બિરદાવવામાં આવી હતી. દુષ્કર્મ સહિતના મામલામાં આરોપીઓને આ પ્રમાણે જ સજા મળવી જોઈએ એવી માગ યુવાનો દ્વારા કરવામાં આવી હતી.