Calf rescue : દ્વારકા જિલ્લાના ભાણવડની નદીમાંથી વાછરડાનું Rescue કરાયું - calf fell into the river of bhanvad, Rescued by Animal Lovers Group
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની નકટી નદીમાં એક વાછરડું પડી ગયું ( calf fell into the river of bhanvad ) હતું જેને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રેસ્ક્યુ ( Calf rescue ) કરાયું હતું. રેલિંગના અભાવે છાસવારે મૂંગા પશુઓ આ નદીમાં પડે છે . વાછરડું પડી જતાં બેહોશ થઈ જવાય તેવા દુર્ગંધ મારતા પાણી/કાદવ કીચડમાં મહામહેનતે ઉતરીને એનિમલ લવર્સ ગ્રુપ ( Animal Lovers Group ) દ્વારા આ વાછરડાનો આબાદ બચાવ કરાયો હતો. નદીને ફરતે હવે રેલિંગ થાય તો આવા ઘણા અબોલ જીવો બચી જાય તે માટે ભાણવડ નગરપાલિકા ( Bhanwad Municipality ) તંત્ર પાસે રેલિંગની માગણી કરવામાં આવી હતી.