CAA સમર્થનઃ તિરંગાયાત્રા રેલી નથી આ તો રેલો છેઃ CM રૂપાણી - વિજય રૂપાણી
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરમાં આજે CAAના સમર્થનમાં ભવ્ય તિરંગાયાત્રા યોજાઇ હતી. આ તિરંગાયાત્રાને સીએમ વિજય રૂપાણી દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. જે ગાંધી મ્યુઝિયમ જ્યુબિલિ બાગ ખાતે પૂર્ણ થઈ હતી. તિરંગાયાત્રામાં 2 કિલોમીટર લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. રાજકોટમાં CAAના સમર્થનમાં યોજાયેલ તિરંગાયાત્રામાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સાથે રાજકોટ જિલ્લાની અલગ અલગ સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંપ્રદાયના મહંતો સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે કેબિનેટપ્રધાન ભુપેન્દ્રસિંહ, કુંવરજી બાવડીયા અને જયેશ રાદડિયા પણ તિરંગાયાત્રા દરમિયાન હાજર રહ્યાં હતા. CM રૂપાણી કહ્યું કે, આ તિરંગાયાત્રા રેલી નથી આ તો રેલો છે.