ETV Bharat / state

શું તમે જાણો છો રજકો શું છે? અમરેલીના આ ખેડૂત રજકાનું વાવેતર કરી વર્ષે કરે છે લાખોની કમાણી - AMRELI NEWS

અમરેલીના લાઠીના આ ખેડૂતે 60 વિઘામાં રજકાનું વાવેતર કર્યું છે. તેઓ રજકાનો પાવડર બનાવી સમગ્ર ભારતમાં વેચાણ કરતા વર્ષે 70 લાખનું ઉત્પાદન મેળવે છે.

અમરેલીના આ ખેડૂત રજકાનું વાવેતર કરી વર્ષે કરે છે લાખોની કમાણી
અમરેલીના આ ખેડૂત રજકાનું વાવેતર કરી વર્ષે કરે છે લાખોની કમાણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 16 hours ago

અમરેલી: રાજ્યના ખેડૂતો પ્રગતિશીલ બની રહ્યા છે. ખેડૂત પોતાની આવડતથી ખેતીમાં સફળ થઈ રહ્યા છે. ખેડૂત ખેત પેદાશનું મૂલ્ય વર્ધન કરી સારી આવક મેળવે છે. ત્યારે અમરેલી જિલ્લાના લાઠીના ખેડૂતે 60 વિઘામાં રજકાનું વાવેતર કર્યું છે અને રજકાનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે. આ પાવડરનું સમગ્ર ભારતમાં વેચાણ કરે છે અને એક કિલોના 100 રૂપિયા સુધી ભાવ મળે છે.

વર્ષે 40 લાખનો નફો: અમરેલીનો ખેડૂત 60 વિઘામાંથી 8 ટન રજકાનો પાવડર તૈયાર કરે છે અને વર્ષિક 70 લાખનું ઉત્પાદન મેળવે છે. તેને ખર્ચ બાદ કરતા અંદાજીત 40 લાખનો નફો થાય છે.

અમરેલીના આ ખેડૂત રજકાનું વાવેતર કરી વર્ષે કરે છે લાખોની કમાણી (Etv Bharat Gujarat)

રજકાના પાવડરનું સાઉથમાં માંગ: અમરેલી જિલ્લાના લાઠી ગામના ખેડૂત કાળુભાઈ માસાભાઈ હુબલે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમની પાસે 350 વિઘા જમીન છે, જેમાંથી 60 વિઘામાં રજકાનું વાવેતર કરવામાં આવ્યું છે. 60 વીઘામાં વાર્ષિક 9 કટિંગ આવે છે. 1 કટિંગમાં અંદાજીત 8 ટન પાવડર તૈયાર થાય છે. એક કિલો પાવડરનો ભાવ 100 રૂપિયાથી 110 રૂપિયા મળી રહે છે અને આખા ભારતમાં પાવડરનું વેચાણ કરવામાં આવે છે. સૌથી વધારે આ પાવડરની માંગ ભારતના સાઉથ વિસ્તારમાં છે, જેથી સાઉથ ભારતમાં આ પાવડર અલગ અલગ વેપારી અને કંપનીને આપવામાં આવે છે.

રજકાનું વાવેતર
રજકાનું વાવેતર (Etv Bharat Gujarat)

30 લાખ રૂપિયાનો ખર્ચ: કાળુભાઈએ જણાવ્યું હતું કે, “હું પ્રાકૃતિક ખેતી કરું છું. પહેલા પરંપરાગત ખેતી કરતો હતો. જેમાં મને ખેત પેદાશના સામાન્ય ભાવ મળતા હતા. ત્યારબાદ નવી ખેતી કરવાનો વિચાર કર્યો હતો. ગુજરાત અને ગુજરાત બહાર રજકાના પાવડરની માંગ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મે રજકાનું વાવેતર કર્યું છે. રજકાના પાનનો પાવડર બનાવી વેચાણ શરૂ કર્યું હતું. એક વિઘામાં 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આમ 60 વિઘામાં 30 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે."

રજકાનું વાવેતર
રજકાનું વાવેતર (Etv Bharat Gujarat)

કાળુભાઈએ પાવડર વિશે વાત કરતા જણાવ્યું કે, “આ પાવડર હેલ્થમાં ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. 30 થી વધુ પ્રકારના રોગમાં આ રજકા પાવડર કામ કરે છે, જેથી રજકાના પાવડરની ખૂબ જ માંગ છે. ઈન હાઉસ પ્રોસેસ પોતાની વાડીએ કરવામાં આવે છે અને ત્યારબાદ વેચાણ કરવામાં આવે છે. 60 વિઘામાં અંદાજીત 8 કટિંગ લેવામાં આવે છે અને એક કટિંગમાં 8 થી 9 ટન ઉત્પાદન મળે છે. 1 કટિંગમાંથી 9 લાખનું ઉત્પાદન મળે છે. વાર્ષિક 70 લાખનું ઉત્પાદન મળે છે."

આ પણ વાંચો:

  1. બનાસકાંઠામાં કમોસમી માવઠું, રવિ પાકોને નુકસાનની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી
  2. મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું કેવી રીતે બને છે? એક ખાસ વનસ્પતિ બદલી નાખે છે આખા માટલાનો ટેસ્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.