પ્રતિષ્ઠાની પેટાચૂંટણીઃ અમદાવાદ કોંગ્રેસ ભવનથી સંવાદદાતા સાથે વાતચીત...
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાંને કારણે ગુજરાત વિધાનસભાની અબડાસા, મોરબી, લીંબડી, ગઢડા, ધારી, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક ખાલી પડી હતી. જે બેઠક પર આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. સવારના 7 વાગ્યાથી મતદારો મતદાન કરી રહ્યા છે. કરજણના કાર્યકરો મતદારોને રૂપિયા આપીને કમળનું બટન દબાવવાનું કહેતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. જે બાદ ચૂંટણી પંચે આ વીડિયોનાં તપાસનાં આદેશ આપ્યા છે. રાજ્યમાં આઠ બેઠકો પર યોજાયેલા મતદાનમાં 11 વગ્યા સુધીમાં સરેરાશ 16.90 ટકા મતદાન થયું છે.