ગુજરાત બજેટઃ ગૃહ વિભાગ માટે મોટી જાહેરાત... - Home Ministry of Gujarat
🎬 Watch Now: Feature Video

ગાંધીનગરઃ ગૃહ વિભાગ માટે રાજ્ય સરકારના બજેટમાં વિવિધ જોગવાઈ કરાઈ હતી. જેમાં સેફ & સિક્યોર ગુજરાત યોજના હેઠળ તમામ જિલ્લા મુખ્ય મથકો, તમામ શહેરોમાં CCTV કેમેરા આધારિત સર્વેલન્સ અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ગોઠવવા ₹100 કરોડની જોગવાઈ થઈ. નવી કચેરીઓ બાંધવા ₹ 155 કરોડ, આવાસ માટે ₹ 223 કરોડ, જેલ તંત્રના મકાનો, આવાસ માટે ₹109 કરોડની જોગવાઈ, સેફ સીટી પ્રોજેકટ અંતર્ગત ₹157 કરોડની જોગવાઈ, પોલીસ આધુનિકરણ યોજના, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માટે ₹ 51 કરોડની જોગવાઈ, રાજ્યની જેલો અને કોર્ટ વચ્ચે વીડિયો કોન્ફરન્સ સિસ્ટમ ઉભી કરવા માટે ₹31 કરોડની જોગવાઈ, એફ.એસ.એલ. માટે ₹25 કરોડની જોગવાઈ, રાજ્યમાં ઉદ્યોગો અને મેટ્રો રેલ પ્રોજેકટની સુરક્ષા માટે 2400 પોલીસ કર્મીઓ સાથેના રાજ્ય અનામત પોલીસ દળના 2 નવા ગ્રુપ ઉભા કરવામાં આવશે.