ભુજમાં BSF દ્વારા રકતદાન કેમ્પ સાથે કારગિલ વિજય દિવસની ઉજવણી - દેશભકિત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 25, 2019, 12:06 PM IST

Updated : Jul 25, 2019, 1:09 PM IST

ભુજ:જિલ્લામાં તૈનાત સૈન્ય પાંખ દ્વારા કારગિલ દિવસની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત આજે ભૂજમાં BSFની તમામ બટાલીયનના જવાનો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતુંં. જેમાં 48 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. કચ્છ BSFના DIG સમંદરસિંહ દબાસે સવારે આ કેમ્પને ખુલ્લો મુકયો હતો. જેમા ઉચ્ચાધિકારીઓની હાજરી વચ્ચે તબીબો અને મેડિકલ સ્ટાફે રકતદાનમાં સ્વેચ્છાએ જોડાયેલા જવાનો પાસેથી રક્ત એકત્ર કર્યું હતું. અને કચ્છ સહિત સમગ્ર ભારતમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ રહી છે. જેમા ભારત સૈન્યના અદમય સાહસના પ્રતિક આ વિજયને ઉત્સાહ અને લાગણી સાથે જોડીને ઉજવાઈ રહયું છે. જેમાં ખાસ કરીને વિધાર્થીઓને પણ જોડવામાં આવશે. સાપ્ત્તાહિક ઉજવણીમા હવે પછીના ચરણમા વિદ્યાર્થીઓ સાથે દેશભકિત અને સૈન્યની જાણકારી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહયું છે. BSFના વિવિધ અધિકારીઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા અને રક્તદાનમાં જોડાયા હતા.
Last Updated : Jul 25, 2019, 1:09 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.