કારગીલ વિજય દિવસના ઉપલક્ષમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયું - ગુજરાતમાં રક્તદાન કેમ્પનું આયોજન
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલીત કૉલેજ કેમ્પસમાં કારગીલ વિજય દિવસની ઉજવણીના ઉપલક્ષમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 34 ગુજરાત બટાલીયનના કર્નલ મનીષ ધવન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના માહમારીના સમયમાં રક્તની વધુ જરૂરિયાત પડી રહી છે, ત્યારે ગરીબ દર્દીઓને સરકારી હૉસ્પિટલમાંથી નિશુલ્ક રકત મળી રહે તે હેતુથી કારગીલ વિજય દિવસની ઉજવણીના ઉપલક્ષમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલીત આર્ટ્સ ,કોમર્સ અને સાયન્સ કોલેજના 70 NCC કેડેટ્સે રક્ત દાન કર્યુ હતું. જેનું સંચાલન હિમંતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રભારી મંત્રીઓ સુભાષભાઇ શાહ, સુરેન્દ્રભાઇ જે.શાહ અને મહેન્દ્રભાઇ શાહ તેમજ કોલેજના આચાર્યો અને NCC ટ્રેનર્સ ઉપસ્થિતિ રહ્યા હતા.