પોરબંદરમાં હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું - Health Education and Charitable Trust
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અનેક ગરીબ દર્દીઓ આવતા હોય છે, જેઓને રકતની જરૂર પડતી હોય છે, જે માટે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પોરબંદરની સીડી લાખાણી પ્રાથમિક શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી બ્લડ કલેક્શન વાન પોરબંદર આવી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. બપોરે 1 વાગ્યા સુધીમાં 100થી પણ વધારે લોકોએ રક્તદાન કર્યું હતું.