ગુરુપૂર્ણિમાઃ પાટણના નોરતા ગાદીના દોલતરામ મહારાજનો ઉપદેશ, જુઓ વીડિયો - પાટણ
🎬 Watch Now: Feature Video
પાટણઃ જિલ્લાના નોરતા ગાદીના દોલતરામ મહારાજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે નોરતા ગાદીના દોલતરામ મહારાજે પોતાના શિષ્યો અને અનુયાયીઓને વ્યસન અને ફેશનમાંથી બહાર આવી પર્યાવરણ અને જળનું જતન કરી કોરોના મહામારીમાં સરકાર દ્વારા જાહેર કરેલા નિયમોનું પાલન કરવાનો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે, ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ. સમગ્ર રાજ્યમાં ઠેરઠેર ગુરુ ગાદી ઉપર ગુરુપૂર્ણિમાના દિવસે મોટી ભીડ જામે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે તમામ ગાદીઓ ઉપરથી શિષ્યો અને અનુયાયીઓને ઘેર બેઠાં જ દર્શન અને પૂજા-અર્ચના કરવા જણાવાયું છે. ઐતિહાસિક કહેવાતા પાટણ નજીક નોરતા ગામે શિકારીમાંથી અલૌકિક શક્તિ ગ્રહણ કરી સંત થનાર નરભેરામ મહારાજની ગાદી આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ગાદી પરના દોલતરામ બાપુ નરભેરામ મહારાજના પગલે શિષ્યોને આશીર્વચન આપી જ્ઞાનથી ભક્તિ સાથે સમાજ સુધારણાનું કામ કરી રહ્યાં છે, ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શિષ્યોને અને અનુયાયીઓને સંદેશો આપતા દોલતરામ બાપુએ જણાવ્યું હતું કે, હાલમાં ફેલાયેલી કોરોના જેવી મહામારી સામે લડવા પર્યાવરણનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. વૃક્ષારોપણ અને જળસંગ્રહ દ્વારા આવી મહામારીને નાથી શકાય છે. જેથી આજના યુવાનોને સંદેશો આપતા જણાવ્યું કે, ફેશન અને વ્યસન પાછળ ઘેલા બનવાને બદલે ભારતીય સંસ્કૃતિ અનુરૂપ આપણું જીવન જીવીએ.