6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, ભુજમાં ભાજપ કાર્યાલયે વિજયોત્સવ ઉજવાયો - corporation election update
🎬 Watch Now: Feature Video
કચ્છ: 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ભુજમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી તેમજ એકબીજાનું મોઢું મીઠું કરાવી વિજય ઉત્સવ ઉજવાયો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 21 તારીખને રવિવારના રોજ થયું હતું. જેની મતગણતરી 23 તારીખના રોજ કરવામાં આવી હતી. આ મતગણતરીમાં ફરી રાજ્યની 6 મહાનગરની ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો હતો અને ગુજરાત કે જેને ભાજપનો ગઢ માનવામાં આવે છે તે ગઢને જાળવી રાખવામાં ભાજપે સફળતા મેળવી છે.