મોરબીમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મજયંતિ નિમિતે સિગ્નેચર અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો - મોરબી ભાજપ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
મોરબી: જિલ્લામાં બુધવારે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત એક રાષ્ટ્ર એક સંવિધાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય એકતા અભિયાન એક રાષ્ટ્ર એક સંવિધાન મુજબ કલમ 370 બાબતે પ્રદર્શન યોજાયું હતું. સિગ્નેચર અભિયાન ચલાવીને પંડિત દિન દયાળ ઉપાધ્યાયના વિચારો જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાજપ અગ્રણી મેઘજી કણઝારીયા, પૂર્વ ધારાસભ્ય કાન્તી અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. સહી કરીને અભિયાનને સમર્થન પણ પૂરું પાડ્યું હતું