પાટણના આનંદ સરોવરમાં નર્મદા નીરના કરાયા વધામણા - પાટણના આનંદ સરોવરમાં નર્મદા નીરના કરાયા વધામણા
🎬 Watch Now: Feature Video
પાટણઃ જળક્રાંતિના અનેરા ઉત્સાહના ભાગરૂપે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા નમામિ દેવી નર્મદા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ માટેના કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બગવાડા દરવાજાથી આનંદ સરોવર સુધી જાગૃત્તિ રેલીનું આયોજન કરાયુ હતું. સ્વચ્છતા, પર્યાવરણ બચાવોના બેનરો સાથે વિવિધ શાળાઓના બાળકોની રેલી નીકળી હતી, ત્યારબાદ આનંદ સરોવર ખાતે આ રેલી પહોંચી હતી. શ્રમ પ્રધાન દિલીપ ઠાકોરના વરદ હસ્તે શાસ્ત્રોકત વિધિથી નર્મદા નીરના વધામણા કરાયા હતા, ત્યારપછી લાડુઓનું વિતરણ કરી જન્મદિનની ઉજવણી કરાઈ હતી.