ભુજના પ્રાંત અધિકારીએ જનરલ હોસ્પિટલની લીધી મુલાકાત - corona transition
🎬 Watch Now: Feature Video
કચ્છ: જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે વચ્ચે કચ્છનું વહીવટી તંત્ર પણ હવે હોસ્પિટલમાં બેડની સુવિધાઓ છે કે નહીં, રેમડેસીવીર ઇન્જેક્શનનું યોગ્ય વિતરણ થઈ રહ્યું છે કે નહીં અને દર્દીઓની સારવાર યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ એ તપાસ માટે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચ્યું હતું. ત્યારે ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીએ જિલ્લાની ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકોના પ્રશ્નો સાંભળીને નિરાકરણ કરવા માટે પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત સંક્રમણને અટકાવવા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.