સુરત: શહેરના સચિન વિસ્તારમાં રહેતા પરિવારની પુત્રીને દરરોજ સ્કૂલે લઇ જતા સ્કૂલવાન ચાલકે ઘેનયુક્ત ચા પીવડાવીને તેની સાથે અશ્લિલ હરકતો કરવાની કોશિશ કરી હતી. પોલીસે આ ગુના હેઠળ સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી હતી.
શું છે સમગ્ર ઘટના: સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિન વિસ્તારમાં આવેલી જવેલરી કંપનીમાં કામ કરતા રત્નકલાકારની 13 વર્ષીય પુત્રી ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે. સ્કૂલમાં અભ્યાસ કરવા તેમની પુત્રીને વાનના ચાલક સુભાષ નિમ્બાભાઈ પવાર (રહે. કડી મહોલ્લો, સચિન ગામ) રોજિંદા ઘરે લેવા મૂકવા આવતા હતા.
વિદ્યાર્થીની સાથે છેડતીનો પ્રયાસ: છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીને સુભાષ સ્કૂલે લઈ જતાં રસ્તામાં ઘેનયુક્ત ચા પીવડાવતો હતો. દરમિયાન ત્રણ દિવસ અગાઉ પણ વિદ્યાર્થીનીને ચા પીવડાવીને રસ્તામાં મંદિર પાસે વાનને ઊભી રાખીને સુભાષ તેની બાજુની સીટ પર બેસાડતો હતો. ઉપરાંત તેણી સાથે છેડતી કરવાની કોશિશ કરતાં ગભરાયેલી વિદ્યાર્થીની પાછી હટી ગઇ હતી.
આરોપીની ધરપકડ: ઉપરોક્ત બનાવ બાદ સુભાષે રસ્તામાં રહેતા અન્ય વિદ્યાર્થીઓને લીધા હતા, પરંતુ છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થીએ સુભાષની દાનત સામે ગભરાઈ જઈને સ્કૂલ વાનમાં જવાની મનાઈ કરી હતી. તેમજ અન્ય વિદ્યાર્થીના વાલીને પણ સુભાષે કરેલા અડપલાં મામલે વાત કરી હતી. વાલીઓએ ભોગ બનેલી વિદ્યાર્થીનીના માતા પિતાને પણ જાણ કરવામાં આવી હતી. એ પછી સચિન પોલીસ મથકે દોડી જઈને વાનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક સંતાનના પિતા એવા સુભાષ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરીને ધરપકડ કરી હતી. પકડાયેલા સુભાષ પવાર એક સંતાનનો પિતા હોવાનું પોલીસે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: