દિવાળીના તહેવારને લઈને ભિલોડા પોલીસે યોજ્યું ફૂટ પેટ્રોલીંગ - arravali police
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ દિવાળીના તહેવાર નીમિત્તે તકેદારીના ભાગરૂપે જિલ્લાના ભિલોડા નગરમાં ટાઉન પોલીસ દ્રારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું. ભિલોડા નગરના સ્ટેશનથી મુખ્ય બજારોમાં કરવામાં આવેલ ફુટ પેટ્રોલીંગમાં ટાઉન PSI કે.કે.રાજપુત સહિત પોલીસની ટીમ જોડાઇ હતી. દિવાળીને લઇ ગામડાઓમાંથી ખરીદી કરવા લોકો આવતા હોવાથી ટ્રાફિક, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટેે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત તહેવારો દરમિયાન પ્રજાને સુરક્ષા અંગેનો વિશ્વાસ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.