ભાવનગરમાં પરંપરાગત રીતે તુલસી વિવાહ પર્વની ઉજવણી કરાઈ - દેવઉઠી અગિયારસ
🎬 Watch Now: Feature Video
ભાવનગર: દેવદિવાળી એટલે કે દેવઉઠી અગિયારસ...આજે તુલસીના છોડને શાલીગ્રામ ભગવાન (વિષ્ણુ) સાથે પરણાવવામાં આવે છે. એટલે કે ઠાકોરજીના લગ્ન વૃંદા( તુલસી માતા) સાથે કરવામાં આવે છે અને ત્યારબાદ ફરી હિન્દુ સમાજમાં લગ્નમૌસમ શરૂ થાય છે. ત્યારે આજે ભાવનગર શહેર અને જીલ્લામાં પણ ઠેરઠેર તુલસી વિવાહના આયોજનો કરવામાં આવ્યા હતા. જયારે ભાવનગર ડાયમંડ ચોક ખાતે પણ તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે સમગ્ર દેશમાં દેવદિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ભગવાન વિષ્ણુના માતા તુલસી સાથે વિવાહ કરવામાં આવે છે. ખાસ છેલ્લા ૬૫ વર્ષથી પરંપરાગત રીતે તુલસી વિવાહની ઉજવણી ભાવનગર ડાયમંડ ચોક ખાતે ડાયમંડ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનનો વરઘોડો માર્ગો પરથી પસાર થઇ લગ્ન સ્થળ પર આવી પહોચ્યો હતો. જ્યાં લગ્ન ગીતો અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના લગ્ન યોજાયા હતા. જયારે આ તુલસી વિવાહનું લાઈવ કવરેજ Etv ભારત ચેનલ દ્વારા કરવામાં આવ્યું હતું અને જેને મોટી સંખ્યામાં લોકોએ લાઈવ નિહાળ્યું હતું.