ભાવનગરઃ બેન્ક કર્મચારીઓ પાસે પાસબુકમાં એન્ટ્રી કરવા માટે સમય નથી, ગ્રાહકો પરેશાન - ATM
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ શહેરમાં લોકડાઉન દરમિયાન બેન્કો સહિતના ક્ષેત્રોમાં કામગીરી બંધ રાખવામાં આવી હતી, પરંતુ અનલોકમાં આ કામગીરી ધીરે ધીરે થાળે પડી છે. આધુનિક સમયમાં પણ બેન્કની પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે, લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ એન્ટ્રી ન થતા લોકો નિરાશા સાથે વિલા મોઢે પરત ફરી રહ્યા છે. આધુનિક સમયમાં ATM જેવી ટેકનોલોજી હોય ત્યારે બેન્કમાં પૈસા લેવા અને જમા કરાવનારા લોકોની સંખ્યા ઓછી હોય છે. તેમ છતાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે આવતા ગ્રાહકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આ ગ્રાહકોમાં વૃદ્ધોની સંખ્યા વધુ હોય છે.