ભરૂચ: શુગર ફેક્ટરીનાં પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ - bharuchnews
🎬 Watch Now: Feature Video
ભરૂચ: શહેરના વાલિયાના વટારીયા ખાતે આવેલી શ્રી ગણેશ શુગર ફેક્ટરી સામે ટેન્કર મારફતે પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો હતો. જે અંગેનો વીડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરાતાં GPCBની (Gujarat Pollution Control Board) ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને પ્રદુષિત પાણીના સેમ્પલ લીધા હતાં. આ પ્રદુષિત પાણી ગણેશ શુગર ફેક્ટરીનું હોવાનું બહાર આવ્યું છે. ગેરકાયદે રીતે પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતાં પર્યાવરણ સામે ખતરો ઉભો થયો છે. GPCBએ પહેલા પણ બે વખત ગણેશ શુગર ફેક્ટરીને નોટીસ આપી હતી. તેમ છતાં વધુ એક વખત આ ફેક્ટરીનું કૌભાંડ બહાર આવ્યું છે.