કોરોના વાઈરસને કારણે ભરૂચ લોકડાઉન: નિયમ ભંગ કરનારાને પોલીસે કરાવી 'ઉઠક બેઠક' - ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે લોકડાઉનનો આદેશ આપ્યો છે. તેથી આવશ્યક કારણો સિવાય કોઈએ ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. ભરૂચના સ્ટેશન વિસ્તારમાં કામ વગર બહાર નીકળેલા યુવાનોને પોલીસે ઉઠક બેઠક કરાવી પાઠ ભણાવ્યો હતો. જ્યારે પોલીસે ગેરજવાબદાર લોકોને 100થી વધુ મેમો આપ્યા હતા. લોકડાઉન દરમિયાન ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે લોકો શાકભાજી ખરીદવા પડાપડી કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ જતા પોલીસે માર્કેટ બંધ કરાવ્યું હતું. બીજી તરફ અંકલેશ્વરમાં પણ કલમ 144નો ભંગ કરનાર 34 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.