ભરૂચઃ લોકડાઉનના પગલે શહેરમાં પોલીસે ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું - Corona Virus
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે કડક છાપ ધરાવતી શહેર પોલીસની કોમળ છબી બહાર આવી છે. શહેરમાં લોકડાઉનના પગલે રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિક વર્ગ અને ગરીબોની હાલત કફોડી બની છે. આ કપરી પરિસ્થિતિમાં તેઓ માટે શહેર પોલીસ દેવદૂત બનીને આવી છે. લોકડાઉનનાં બીજા દિવસે શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભિક્ષુકો અને શ્રમિકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન નિરંતર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.