અંબાજી મહામેળાના બીજા દિવસે પણ હજારો પદયાત્રીઓનું સંઘ લઈ પ્રયાણ... - gujarati news
🎬 Watch Now: Feature Video
અંબાજીઃ જગત જનની માં અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે પણ પદયાત્રીઓ હજારોની સંખ્યામાં માઁ અંબાની બાધાઓ પૂર્ણ કરવા રવાના થયા હતા. આદ્ય શક્તિ અને જગતજનની માઁ અંબાના ધામમાં મહામેળાના બીજા દિવસે પણ હજારોની સંખ્યામાં ભક્તો પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરવા સંઘ લઈ નિકળ્યા હતા. માઁ અંબાના ધામમાં 7 દિવસ ભરાતા ભાદરવી પૂનમના મહામેળાના બીજા દિવસે અંબાજી મંદિર ખાતે સવારથી માઁ અંબાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. જેથી અંબાજી મંદિર 'જય જય અંબે' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સોમવારે માઁ અંબાની ર્દઢ આસ્થા સાથે અંબાજી જતા તમામ રસ્તાઓ પર પદયાત્રીઓથી ઉભરાયા હતા અને અંબાજીની ગિરિમાળાઓ પણ માઁ અંબાની ભક્તિથી ઉભરાઈ હતી. દૂર દૂરથી પોતાની બાધાઓ પૂર્ણ કરવા માટે આવતા સંઘો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્યારે 7 દિવસ ચાલનાર ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં આવનાર ભક્તો માઁ અંબાના માના દર્શન કરી ધન્યતા અનુભવશે.