રાજકોટ: ભાદર ડેમમાં 3.5 ફૂટ નવા નીરની આવક શરૂ, ઓવરફ્લો થવામાં માત્ર 4 ફૂટ બાકી
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ ભાદર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક શરૂ થઇ છે. જેમાં માત્ર ત્રણ દિવસમાં 3.5 ફૂટ નવા નીરની આવક થઇ છે, ત્યારે ભાદર ડેમ ઓવરફ્લો થવામાં 4થી 5 ફૂટ બાકી છે. ભાદર ડેમની કુલ સપાટી 34 ફૂટ છે, ત્યારે હાલ ભાદર ડેમની સપાટી 29.55 ફૂટે આવી છે. આ ઉપરાંત ભાદર ડેમમાં અત્યારે 4930 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમમાં નવા નીરની આવક શરૂ થવાથી ગોંડલ, જેતપુર, ધોરાજી, અને જામકંડોરણાના અનેક નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયાં છે.
Last Updated : Aug 15, 2020, 7:09 AM IST