અરવલ્લીમાં હોળી પહેલા ઠાકોર સમાજના ઘેર ડાંડિયા, જુઓ વીડિયો - અંતરીયાળ વિસ્તાર
🎬 Watch Now: Feature Video
મેઘરજ: હોળીના તહેવારમાં ગણતરીના દિવસો બાકી છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં ઠાકોર સમાજ દ્વારા લોક સાંસ્કૃતિ અને લોક ગીતો દ્વારા હોળી રમવા, લોકો તૈયારીઓ કરી રહ્યાં છે. માલપુર તાલુકાના મુવાડી ગામમાં ઠાકોર સમાજનો પરંપરાગત ઘેર ડાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારનું આયોજન હોળીના દસ દિવસ પહેલા કરી દેવામાં આવે છે, જે ગામના મુખ્ય ચોકમાં તેમજ મંદિરના પટાંગણમાં યોજવામાં આવે છે. સમાજના આગેવાનો અને લોકો ઘેર ડાંડિયા રાસ તલવાર અને લઠ વડે રમે છે. આ રાસમાં પુરૂષો પરંપરાગત પહેરવેશમાં ભાગ લે છે. આ પ્રકારના ઘેર ડાંડિયા રાસની હોળી જોવા માટે શહેરમાંથી લોકો જોવા માટે આવતા હોય છે.
Last Updated : Mar 2, 2020, 11:26 AM IST