ગરવા ગઢ ગિરનારનો ગજબનો નજારો ! - water fall
🎬 Watch Now: Feature Video
વરસાદી વાતાવરણમાં ગીરનારનું આહ્લાદ્ક દ્રશ્ય મનમોહક હોય છે. ગઈકાલથી જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદમાં ગિરનાર પણ નવપલ્લિત થયો છે. જાણે વરુણદેવ ગિરનાર પર પાણીનો અભિષેક કરાતો હોય તેવી તેવુ દ્રશ્ય સર્જાયુ છે. પ્રથમ વરસાદને કારણે ગિરનાર પર પાણીના ધોધ વહેતા જોવા મળી રહ્યા હતા. સામાન્યપણે પ્રથમ વરસાદમાં ગિરનાર પરથી પાણીના ધોધ વહેતા હોય તેવું જોવા મળતું નથી. પરંતુ કુદરતનો ચમત્કાર કહો કે કંઈ પણ બિજુ પરંતુ આજે પ્રથમ વરસાદમાં જ ગિરનાર પરથી પાણીના ધારા વહેતી જોવા મળી છે તેની સાથે ગિરનારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. જેને જોઈ હરકોઈ ચુંબકીય આકર્ષણ અનુભવે છે.