બારડોલી મિતલ પટેલ વિશ્વ રેકોર્ડ સર્જી વડાપ્રધાનના 'ફિટ ઇન્ડિયા' સપનાને કરશે સાર્થક - gujarati news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4411535-thumbnail-3x2-tapi.jpg)
તાપીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ફિટ ઇન્ડિયા' ના સપનાને સાર્થક કરવા નીકળેલી બારડોલીની મિતલ પટેલે 2100 કિલોમીટરનું સાયકલિંગ 7 દિવસમાં પૂર્ણ કર્યું છે. જેથી તેણીનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં "ગ્રેટેસ્ટ ડિસ્ટન્સ કવર્ડ ઓન બાયસીકલ ઇન વન વિક ફિમેલ" નો વિક્રમ સર્જી પોતાનું નામ નોંધાવશે. જેની શરૂઆત ઉદયપુરથી કરવામાં આવી છે. મિતલ પટેલને ફ્લેગ ઓફ મહારાજ કુમાર સાહેબ લક્ષ્યરાજ સિંગજી મેવારના હસ્તે કરવામાં આવ્યું છે. મિતલ પટેલ ઉદયપુરથી નીકળી અમદાવાદ, મુંબઈ, સુરત, સોનગઢ થઈ 17મી અપ્ટેમ્બરે ગાંધીનગર પહોંચી એક નવો રેકોર્ડ સર્જશે. ત્યારે સ્થાનિકોએ પણ મિતલ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.