બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે જુવાર ફાર્મના નવીન મકાનનું લોકાર્પણ કર્યું - news of deesa
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: જિલ્લાના ખેડૂતો માટે જુવારની નવી-નવી જાતો વિકસિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા ડીસામાં આવેલા જુવાર ફાર્મને આધુનિક બનાવવામાં આવ્યું છે. જેનું લોકોર્પણ બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના હસ્તે શુક્રવારે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા હાજર રહ્યા હતા.