ભરૂચમાં દબાણકર્તાએ પાલિકાના કર્મચારી ઉપર કર્યો હુમલો - ભરૂચમાં દબાણકર્તાએ પાલિકાના કર્મચારી ઉપર કર્યો હુમલો
🎬 Watch Now: Feature Video
ભરૂચ: નગર સેવા સદન દ્વારા બે દિવસથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય માર્ગ પર અડીને ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દુર કરાયા હતા. મંગળવારે બપોરના સમયે નગર પાલિકાની ટીમ દ્વારા શહેરના ધોળીકુઈ બજાર વિસ્તારમાં દબાણ દુર કરાયા હતા. આ કામગીરી કરી કર્મચારીઓ પરત જઈ રહ્યા હતા. જે દરમિયાન એક ઇસમે નગર સેવા સદનનાં ટેમ્પા ચાલક જીગ્નેશ સોલંકી પર અચાનક જ હુમલો કરી દીધો હતો. દબાણ હટાવી લેવાનું કહેવાતા દબાણકર્તા ઈસમે આ હુમલો કર્યો હતો. બનાવની જાણ થતા જ નગર સેવા સદનનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે, હુમલો કરનાર ઇસમ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ટેમ્પા ચાલક દ્વારા આ મામલે A ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી.