ગેહલોતજી રાજકારણ ના કરો, તમારા લોકોને આવવાની અનુમતી આપો: સી.આર.પાટીલ - CR Patil
🎬 Watch Now: Feature Video
સુરતઃ લોકડાઉનના કારણે દેશના અનેક વિસ્તારોમાં પરપ્રાંતિય લોકો ફસાયા છે. ત્યારે સુરત જિલ્લામાં પણ કેટલાય લોકો ફસાયા છે. જેથી રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સુરત જિલ્લામાં ફસાયેલા બધા લોકોને પોતાના ઘરે જવાની અનુમતી આપી છે ત્યારે જિલ્લાના સાંસદ સી.આર.પાટીલે કહ્યું છે કે રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત રાજકરણ કરી રહ્યાં છે અને તેમના લોકો જે સુરતમાં ફસાયા છે તેમને પોતાના વતનમાં આવવાની અનુમતી આપતા નથી. વધુમાં કહ્યું કે હું ગેહલોતને વિનંતી કરૂ છું કે તમે રાજકરણ ના કરો અને લોકહિતનું વિચારો અને તમારા લોકોને આવવા માટે મંજૂરી આપો.